(ગત શુક્રવારે 'છૂના હે આસમાન-6 પંગુમ્ લંઘયતે ઉદધિમ્' શ્રેણીમાં
આપણે અવયવ રહિત તરવૈયા ફિલિપ્પે ક્રોઇઝોનનો પરિચય કર્યો. આ તરવૈયાની એક સુંદર તસવીર
માધ્યમોમાં પ્રકાશિત થઇ છે. આ તસવીર પરથી મને મુર્ધન્ય કવિ સ્વ.શ્રી ઉમાશંકર જોષીનું ગીત “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” યાદ આવ્યું. પણ અવયવ વિનાનો આ મર્દ તો દરિયો ખેડવા નીકળ્યો
છે! આથી કવિવર જોષીના ગીતનો આધાર લઇ મેં મારી કલ્પનાના રંગે ક્રોઇઝોનનું વિશ્વતરણ આલેખ્યું
છે.)
શુક્રવાર, 1 જૂન, 2012
શુક્રવાર, 25 મે, 2012
છૂના હૈ આસમાન-6 “પંગુમ લંઘયતે ઉદધિમ્ ”
( લેખમાળા “છૂના હૈ આસમાન-1 પંગુમ લંઘયતે ગિરિમ્” (09/04/2009)માં આપણે નીક વુઇચીચ નામના અવયવ રહિત વ્યક્તિનો પરિચય કર્યો હતો. તાજેતરમાં 'ગુજરાત સમાચાર'માં શ્રી કુમારપાળ દેસાઇએ ઈંટ અને ઈમારત શ્રેણીમાં પણ આ વિષે લેખ મુક્યો હતો. મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું. જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય, જીવનમાં અસંતોષ અનુભવતો હોય, તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે. જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આવા બીજા એક ભડવીર ફ્રેંચ તરવૈયા ફિલિપ્પે ક્રોઇઝોન નો પરિચય કરીશું. )
શનિવાર, 19 મે, 2012
નિરર્થક કાગારોળ
નિરર્થક કાગારોળ
સુર્યથી પૃથ્વીનું
જેટલું અંતર છે તેના કરતાં વધારે મારી અને શાહરૂખ ખાન વચ્ચે અંતર છે. શાહરૂખ ખાન સાથે
મારે કોઇ સ્નાન-સૂતકનો સંબંધ પણ નથી. હું તેનો બચાવ કરવા પણ નથી માંગતો. પરંતુ જે રીતે
વાનખેડે સ્ટેડિયમના બનાવને ફૂંકી ફૂંકીને કાગળનો વાઘ બનાવવામાં આવ્યો છે તે ખરેખર કોઇપણ
નાગરિકને વિચારતો કરી મુકે.
લેબલ્સ:
SHAHRUKH KHAN,
કાગારોળ,
પ્રકિર્ણ,
સંવાદ
| પ્રતિક્રિયાઓ: |
શુક્રવાર, 11 મે, 2012
છૂના હૈ આસમાન - 5 ડૉ. ટેસી થોમસ
જે કર ઝુલાવે પારણું, તે અવકાશ પર રાજ કરે.
(ભારત દેશમાં નારી શક્તિના
અખૂટ ભંડાર ભર્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી માંડીને પ્રથમ એવરેસ્ટ આરોહક મહિલા
બચેંદ્રી પાલ કે દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો ફેલાવનાર રીના કૌશલ. “છૂના હૈ આસમાન” લેખમાળામાં આપણે મનુષ્યોને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓની નોંધ લઇએ છીએં જેઓ આ દુનિયાના ખુણે ખાંચરે વસેલા હોય છે અને જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આજે આપણે દેશના એક ગૌરવ રૂપ નારીરત્નને બિરદાવશું. આ નારીરત્નનું નામ છે વિદુષી ભારતીય વૈજ્ઞાનિક "અગ્નિપુત્રી" ડૉ. ટેસી થોમસ.)
શુક્રવાર, 4 મે, 2012
પડછાયાની કરામત!
બાળપણમાં ફાનસના અજવાળે હાથની જુદી જુદી મુદ્રાઓથી ભીંત પર કૂતરો, ઊડતું પક્ષી વિ.ના આકારના પડછાયા પાડતા. મને ખાત્રી છે કે તમે સહુ આ રમત રમ્યા હશો.
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
નોકરિયાત સ્ત્રીઓ સુખી હોય છે?-સિક્કાની બે બાજુ
ગત સપ્તાહે મારી પોસ્ટ “આપ શું વિચારો છો?-6 નોકરિયાત સ્ત્રીઓ સુખી હોય છે?” મુકતી વખતે મારા સ્વાનુભવના એક-બે
પ્રસંગ લેખને ટુંકાવવા મુક્યા ન હતા. જે અહિં મુક્યા છે.
| પ્રતિક્રિયાઓ: |
શુક્રવાર, 20 એપ્રિલ, 2012
આપ શું વિચારો છો?-6 નોકરિયાત સ્ત્રીઓ સુખી છે?
ભારતમાં નોકરિયાત મહિલાઓની મુશ્કેલીઓ.
કારમી મોંઘવારીના આ કાળમાં સામાન્ય પરિવાર માટે બે
છેડા ભેગા કરવાનું અતિ મુશ્કેલ બન્યું છે. પતિ-પત્ની બંનેને નોકરી કરવી પડે તેવી અનિવાર્ય
પરિસ્થિતિ પ્રવર્તે છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? જગતમાં ઘણા દેશોમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે! ભારતની
મહિલાઓ કઇ નવી નવાઇ કરે છે?
શુક્રવાર, 13 એપ્રિલ, 2012
આત્માનો વિલાપ
(આપણે વાલિયા લુંટારાની વાત વર્ષોથી-સદીઓથી સાંભળતા આવ્યા છીએં.
જેમાં એક ખૂંખાર લૂંટારાનો હૃદયપલટો થાય છે. આધુનિક યુગમાં આ વાત અસંભવ લાગે. પરંતુ
આ સદીમાં જ એક પરદેશી અપરાધી ભારતીય પરિવારની પારંપારિક સત્કાર ભાવના અને સહૃદયતાની
સુવાસથી સંત તો નહિ પણ સજ્જન જરૂર બની શક્યો.
થોડા સમય પહેલાં મશહૂર એંકર ઑપેરાહ વિન્ફ્રે
જોડે ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સ ભારત આવેલ. ગ્રેગરી ડેવીડે આત્મવૃતાંત્મક અંગ્રેજી
મહાનવલકથા “શાંતારામ” લખી છે. અંગ્રેજી સાહિત્ય વાંચવાનો શોખ ધરાવતા હોવ તો
આ પુસ્તક જરૂર વાંચશો. આ વાર્તાનો એક નાનકડો પરિચ્છેદ મને ખૂબ ગમ્યો. આ નાનકડા પ્રસંગથી ઓસ્ટ્રેલિયાની જેલ તોડીને ભાગેલા અને મુમ્બઇ આવી પહોંચેલા એક રીઢા ગુનેગારના દિલમાં ભારતીય
પરંપરા અને આતિથ્ય ભાવનાથી માનવતાનાં અંકુર રોપાય છે! એક અપરાધીની જીંદગીને ભારતીયતાનો રંગ કેવી રીતે પલટાવે છે! તેનું તાદૃશ વર્ણન આ પ્રસંગમાં છે. મને થયું, આપ સહુ
જોડે (તેનો અનુવાદ) શેર કરૂં. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર આ અનુવાદ કરવાની અને લેખ "વાર્તાલાપ" પર exclusively પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સના એજંટ રીગલ લીટરરી નો આભાર!)
શુક્રવાર, 6 એપ્રિલ, 2012
દાદ તો આપે
(એકવાર ભીની આંખો એ
દિલ ને ફરિયાદ કરી કે "આંસુઓ નો ભાર કેવળ હું જ શામાટે ઉપાડું?"
દિલે
હસતાં હસતાં જવાબ આપ્યો,” સપનાં કોણે જોયાં હતાં?” ) પછી આંખો એ શું કહ્યું........?
| પ્રતિક્રિયાઓ: |
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)